ભજન કરી લે રે, ભજવાની આ છે ઘડી,
મનુષ્ય દેહ પામ્યો રે, જીતી લેને પ્રેમની દડી, રે જી.
આ અવસર તારો એળે જાશે, શી ગત તારી થાય,
જે આવ્યા તે નિશ્ચય જવાના, ફોગટ ફેરા શું ખાય,
અવગ્યાનીને અંધારું રે, ભ્રમણામાં રહ્યા રે અડી... ભજન૦
ઝટપટ ચેતી જોને તુજમાં, કોને પૂર્યો વાસ,
આ ખલકામાં તે રમે છે, આતમ છે અવિનાશ,
તું તેને જોની રે, બ્રહ્મ રહ્યો છે અડા રે અડી... ભજન૦
ચંદનની સુગંધ લાગે લીમ કું, તો લીમનો ચંદન થાય,
એવા છે સતગુરુનાં ચરણ, જેમ યેળને ભમરી કહેવાય,
દાસ 'નબી' કહે છે રે, ધારણ જઈ ગગન ચડી... ભજન૦
bhajan kari le re, bhajwani aa chhe ghaDi,
manushya deh pamyo re, jiti lene premni daDi, re ji
a awsar taro ele jashe, shi gat tari thay,
je aawya te nishchay jawana, phogat phera shun khay,
awagyanine andharun re, bhramnaman rahya re aDi bhajan0
jhatpat cheti jone tujman, kone puryo was,
a khalkaman te rame chhe, aatam chhe awinash,
tun tene joni re, brahm rahyo chhe aDa re aDi bhajan0
chandanni sugandh lage leem kun, to limno chandan thay,
ewa chhe satagurunan charan, jem yelne bhamri kaheway,
das nabi kahe chhe re, dharan jai gagan chaDi bhajan0

સ્રોત
- પુસ્તક : સાહિત્ય : ડિસેમ્બર, ૧૯૨૨ (પૃષ્ઠ ક્રમાંક 783)
- સંપાદક : મટુભાઈ કાંટાવાળા