Bhajan Bharose, Avinashi - Pad | RekhtaGujarati

ભજન ભરોંસે, અવિનાશી

Bhajan Bharose, Avinashi

મીરાંબાઈ મીરાંબાઈ
ભજન ભરોંસે, અવિનાશી
મીરાંબાઈ

ભજન ભરોંસે, અવિનાશી, મેં તો ભજન ભરોંસે, અવિનાશી!

જપતપ તીરથ કાંઈયે ન જાણું, ફરત મેં ઉદાસી રે.

મંત્ર ને તંત્ર કાંઈયે ન જાણું, વેદ પઢ્યો ન ગઈ કાશી રે.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલની દાસી રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011