ભગવાં પહેરીને કેમ ઉતાર્યાં સોનલબાઈ
bhagvaan paheriine kem utaaryaa sonalbaaii

ભગવાં પહેરીને કેમ ઉતાર્યાં સોનલબાઈ
bhagvaan paheriine kem utaaryaa sonalbaaii
રતનબાઈ – ૩
Ratanbai - 3

ભગવાં પહેરીને કેમ ઉતાર્યાં સોનલબાઈ!
આ રે અવસર પાછો ન આવે જી.
સરવણની કાવડ બાઈ કાંધે ધરીને,
અધવચ કેમ મેલી દીધી... સોનલ૦
તન ને જોબન બેની, ચાર દી’નો ચટકો,
પતંગીઓ રંગ ઊડી જાશે... સોનલ૦
ગુરુને પ્રતાપે બોલ્યાં ‘રતનબાઈ’,
સાચાં મોતીડાં વેરાઈ જાશે... સોનલ૦



સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો અને કવિઓ : ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 308)
- સંપાદક : દુલેરાય કારાણી
- વર્ષ : 1964