બાઈ, અમે પકડી આંબલિયાની ડાળ રે
Bai, Ame Pakdi Aambaliya ni Daal Re
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
બાઈ, અમે પકડી આંબલિયાની ડાળ રે,
જંગલ માંહી એકલી હો જી.
ઓતર દખણથી ચડી એક વાદળી રે વરસ્યા બારે મેઘ રે,
બીજાને મારે આખડી હો જી.
નદી રે કિનારે બેઠો એક બગલો રે, હંસલો જાણી કીધી પ્રીત રે,
મુંઢામાં ઝાલી માછલી હો જી.
ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી રે, બાઈ, મારો શામળિયો ભરથાર રે,
બીજાને મારી ચૂંદડી હો જી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, બાઈ, મારો પિયુડો પરદેશ રે,
ફરૂકે મારી આંખડી હો જી.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
