બાજી જાશે રે
baajii jaashe re
ભોજા ભગત
Bhoja Bhagat

ખૂંટલને મન ખરખરો થાશે રે
જીતી બાજી હાથેથી જાશે રે,
કોઈ કહ્યું નથી માનતા
પણ દેહી દુઃખ બહુ હેશે રે
ભલા, ભલાયું કરી લેજો
આ રંગ જાતો રહેશે રે
જીતી બાજી હાથેથી જાશે રે...
હક નથી હાલતો હરિ ભજ્યા વિના
કાળ ગળી જાશે રે
આરે દિશાના, ચેહ ઉપર
પછી વાવલિયા વાશે રે
જીતી બાજી હાથેથી જાશે રે...
વિચાર કરીને વાવ્યા વિના
ફળ ક્યાંથી થાશે રે
‘ભોજો ભગત’ કહે ભજન કર્યા વિના
નીર ખારે ઈ ન્હાશે રે
જીતી બાજી હાથેથી જાશે રે...



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 64)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009