અસન જુગ પહેલાં અમર જોગી
asan jug pahelaan amar jogii
રામદેવ પીર
Ramdev Pir
રામદેવ પીર
Ramdev Pir
અસન જુગ પહેલાં અમર જોગી,
પ્રેમબૂંદ જેની પાસ,
કાસબને ઘેર આદિતા રાણી,
જેણે ઝીલ્યો ધરમ નિજાર,
અવતાર કહું રામદે તમે,
સુણો વીરમદે ભાઈ,
આવી રૂડી રીતું તમે પાળો રે...
મોટો ધરમ શેષનાગે ઝીલ્યો, જેણે ઉપાડ્યો ધરાનો ભાર,
શેષના ઘરમાં અલીલા રાણી, જેણે ઝીલ્યો ધરમ નિજાર,
ઈ ધર્મથી મેઘરાજા વરસે, વરસે અખંડ ધાર... આવી રૂડી રીતું...
ઇન્દ્રના ઘરમાં અજમેલા રાણી, જેણે ઝીલ્યો ધરમ નિજાર,
બાવન, બાંસઠ, અનંત કોટિ સાધુ અપરંપાર,
વ્યતિપાતે કોઈ દાન દેવે તોય ના’વે મહાધરમ સમાન... આવી રૂડી રીતું...
કનક–કુંજર કોટિક ભરિયા, ગાય કરોડ પચાસ,
કુરુક્ષેત્રમાં જઈને દાન દેવે તોય ના’વે બીજ ધરમ સમાન... આવી રૂડી રીતું...
કહું રામા તમે લખી લ્યો નામા, સંત મળ્યા છે સુજાણ,
અમરફળ તમારી હાથે આવ્યું, ભૂલો નહીં રીત સંસાર... આવી રૂડી રીતું...
સ્રોત
- પુસ્તક : બીજમારગી ગુપ્ત પાટ-ઉપાસના અને કંઠસ્થ પરંપરામાં જળવાયેલી મહાપંથી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 180)
- સંપાદક : ડૉ. નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1995
