અસલ ફકીર મૈં આદ દરવેશા
asal phakiir main aad darveshaa
રવિસાહેબ
Ravisaheb
રવિસાહેબ
Ravisaheb
અસલ ફકીર મૈં આદ દરવેશા
જુગ જુગ હી અમ્મર કાયા.
અધર તખ્ત પર બાસા મેરા, વહાં સંકટ નહીં આયા,
રહું નિરંતર ફિરું અકેલા, સત્ત સાહેબ સે લેહ લાયા,
અસલ ફકીર મૈં આદ દરવેશા.
લેને ન જાઊં વસ્તું વખારે, દેને કું કછુ નહીં ધાયા,
લેના-દેના સબ હી મેટ કે, સત્ત શબ્દ સહેજે સહાયા.
અસલ ફકીર મૈં આદ દરવેશા.
સ્થૂલ રહિત સૂક્ષ્મ સે ન્યારા, અક્ષરાતીત અખંડ રાયા,
'રવિદાસ’ કા નામ મિટ ગયા, સતગુરુ સે સતગુરુ પાયા.
અસલ ફકીર મૈં આદ દરવેશા.
સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009
