અનુભવ એવો રે, અંતર જેને ઉદે થયો;
કૃત ટળ્યાં તેનાં રે, તેણે તેનો આત્મા લહ્યો. (ટેક)
આતમદરશી તેને કહીએ, આવરણ નહિ લગાર,
સર્વાતીત તે સર્વનો સાક્ષી, ખટ વિશ્વમાં નિરધાર;
તેથી પર પોતે રે, એકાએકી આપ રહ્યો. અનુ૦
એ વાત કોઈ વિરલા જાણે, કોટિકમાં કોઈ એક,
નામ વિનાની વસ્તુ નીરખે, એ અનુભવીનો વિવેક;
મુક્તપદ માટે રે, દ્વૈતભાવ તેને ગયો. અનુ૦
અદ્વૈતપદની ઇચ્છા નહીં, અણઇચ્છાયે થાય,
યથારથ પદ જેને કહીએ, જેમ ઉપજે તેમ જાય;
પ્રૌઢ પ્રવ્હાનો રે, સંસાર જાયે વહ્યો. અનુ૦
જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરીયા, તુરીયાતીત પદ તેહ,
સ્થૂલ સૂક્ષ્મને કારણ કહીએ, મહાકારણથી પર જેહ;
પરાપર જે પરખે રે, જેને નેતિ નેતિ વેદે કહ્યો. અનુ૦
હંસ-હિતારથ જે જન કહીએ, તે જન સત્યસ્વરૂપ,
તે જનની જાવું બલિહારી, જે સદ્ગુરુનું રૂપ;
નિરાંત નામ નિત્ય રે, અનામી નામે ભર્યો. અનુ૦
anubhaw ewo re, antar jene ude thayo;
krit talyan tenan re, tene teno aatma lahyo (tek)
atamadarshi tene kahiye, awran nahi lagar,
sarwatit te sarwno sakshi, khat wishwman nirdhar;
tethi par pote re, ekayeki aap rahyo anu0
e wat koi wirla jane, kotikman koi ek,
nam winani wastu nirkhe, e anubhwino wiwek;
muktpad mate re, dwaitbhaw tene gayo anu0
adwaitapadni ichchha nahin, anichchhaye thay,
yatharath pad jene kahiye, jem upje tem jay;
prauDh prawhano re, sansar jaye wahyo anu0
jagrat swapn sushupti turiya, turiyatit pad teh,
sthool sukshmne karan kahiye, mahakaranthi par jeh;
parapar je parkhe re, jene neti neti wede kahyo anu0
hans hitarath je jan kahiye, te jan satyaswrup,
te janani jawun balihari, je sadgurunun roop;
nirant nam nitya re, anami name bharyo anu0

સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 321)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 1998