અમૃતનું વહેળિયું
amrut nu vaheliyu
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
જ્ઞાન-કટારી મારી,
અમને પ્રેમ-કટારી મારી.
મારે આંગણે રે રામજી તપસીઓ તાપે રે,
કાને કુંડળ જટાધારી રે. અમને...
મકનોસો હાથી રામજી, લાલ અંબાડી રે,
અંકુશ દઈ દઈ હારી રે. અમને...
ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે,
એવી છે ભક્તિ અમારી રે. અમને...
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
ચરણકમળ બલિહારી રે. અમને...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
