(રાગ કેદારો)
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અ૦ ૧
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. અ૦ ર
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દેઃ કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. અ૦ ૩
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જઃ મન એમ સૂઝે. અ૦ ૪
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયોઃ એ મન તણી શોધના: પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અ૦ પ
(rag kedaro)
akhil brahmanDman ek tun shrihari, jujwe rupe anant bhase;
dehman dew tun, tattwman tej tun, shunyman shabd thai wed wase a0 1
pawan tun, pani tun, bhumi tun, bhudhra! wriksh thai phuli rahyo akashe;
wiwidh rachna kari anek ras lewane, shiw thaki jeew thayo e ja aashe a0 ra
wed to em wade, shruti smriti shakh de kanakkunDal wishe bhed nhoye;
ghat ghaDiya pachhi nam roop jujwan, ante to hemanun hem hoye a0 3
granth garbaD kari, wat naw kari khari, jehne je game tene puje;
man wachan karmthi aap mani lahe, satya chhe e ja man em sujhe a0 4
wrikshman beej tun, bijman wriksh tun, joun patantro e ja pase;
bhane narasaiyo e man tani shodhnah preet karun premthi pragat thashe a0 pa

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997