રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅખંડ વરને વરી, સાહેલી! હું તો અખંડ વરને વરી.
ભવસાગરમાં મહાદુઃખ પામી, લખ ચોરાશી ફરી, સાહેલી૦
સંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી, સાહેલી૦
કુટુંબ-સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી, સાહેલી૦
જનમ ધરીને સંતાપ વેઠ્યા, ઘરનો તે ધંધો કરી, સાહેલી૦
સંતસંગતમાં મહાસુખ પામી, બેઠી ઠેકાણે ઠરી, સાહેલી૦
સદ્ગુરુજીની પૂર્ણ કૃપાથી, ભવસાગર હું તરી, સાહેલી૦
બાઈ મીરાં કહે પ્રભુગિરિધર નાગર, સંતોના ચરણે પડી, સાહેલી૦
akhanD warne wari, saheli! hun to akhanD warne wari
bhawsagarman mahadukha pami, lakh chorashi phari, saheli0
sansar sarwe bhayankar kalo, te dekhi tharthari, saheli0
kutumb sahodar swarthi sarwe, prpanchne parahri, saheli0
janam dharine santap wethya, gharno te dhandho kari, saheli0
santsangatman mahasukh pami, bethi thekane thari, saheli0
sadgurujini poorn kripathi, bhawsagar hun tari, saheli0
bai miran kahe prabhugiridhar nagar, santona charne paDi, saheli0

સ્રોત
- પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 28)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997