aevu jene upajyu re - Pad | RekhtaGujarati

એવું જેને ઊપજ્યું રે

aevu jene upajyu re

બૂટો બૂટો
એવું જેને ઊપજ્યું રે
બૂટો

એવું જેને ઊપજ્યું રે, તેને રહ્યું કહેવાનું કાંઈ જી.

કથવું બકવું સુણવું સર્વે સમાવ્યું માંહી. એવું0

સાકર કેરી પૂતળી, વિરાટ રૂપે થાય જી;

સઘળે સોંસરવી રસભરી, તેને ગમે ત્યાંથી ખાય. એવું0

એકાએકી જાહ્નવી, જૂજવાં એનાં નામ જી;

પાતક ટાળે પિંડનું, જે ન્હાય જન નિષ્કામ. એવું0

ગોરી–ગરબો એક, પણ બહુ બારણાં તે માંહ્ય જી;

માંહી દીપક એક, પણ તે દ્વારે દ્વારે દેખાય. એવું.

ભક્ત ભગવાન એક છે, સમજે તો સંશય જાય જી;

કહે બુટો એક વાત સહુ, એમાં ઘણું કહ્યે શું થાય? એવું.

(‘કાવ્યસંચય–1’માંથી)

સ્રોત

  • પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 198