
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને,
વાળ્યું પદ્માસન રે,
મન, વચનને સ્થિર કરી દીધું ને,
ચિત્ત જેનું પ્રસન્ન રે... એટલી૦
ભાઈ રે! ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું ને,
લાગી સમાધિ અખંડ રે,
મહાદશા પ્રગટી તે ઘડી ને,
હરિને જોયાં તે પિંડ બ્રહ્માંડ રે... એટલી૦
ભાઈ રે! બ્રહ્મરૂપ જેની વરતી બની ગઈ ને,
અંતર રહ્યું નહિ લગાર રે,
સુરતાએ શૂનમાં જઈને વાસ કીધો ને,
થયા અરસપરસ એકતાર રે... એટલી૦
ભાઈ રે! નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ ને,
વરતી લાગી ઈંડથી પાર રે,
‘ગંગાસતી’નું શરીર પડી ગયું ને,
મળી ગયો હરિમાં તાર રે... એટલી૦
etli shikhaman dai chitt sankelyun ne,
walyun padmasan re,
man, wachanne sthir kari didhun ne,
chitt jenun prasann re etli0
bhai re! chitt sanwedan sarwe mataDi didhun ne,
lagi samadhi akhanD re,
mahadasha pragti te ghaDi ne,
harine joyan te pinD brahmanD re etli0
bhai re! brahmrup jeni warati bani gai ne,
antar rahyun nahi lagar re,
surtaye shunman jaine was kidho ne,
thaya arasapras ektar re etli0
bhai re! nam ne rupni mati gai upadhi ne,
warati lagi inDthi par re,
‘gangasti’nun sharir paDi gayun ne,
mali gayo hariman tar re etli0
etli shikhaman dai chitt sankelyun ne,
walyun padmasan re,
man, wachanne sthir kari didhun ne,
chitt jenun prasann re etli0
bhai re! chitt sanwedan sarwe mataDi didhun ne,
lagi samadhi akhanD re,
mahadasha pragti te ghaDi ne,
harine joyan te pinD brahmanD re etli0
bhai re! brahmrup jeni warati bani gai ne,
antar rahyun nahi lagar re,
surtaye shunman jaine was kidho ne,
thaya arasapras ektar re etli0
bhai re! nam ne rupni mati gai upadhi ne,
warati lagi inDthi par re,
‘gangasti’nun sharir paDi gayun ne,
mali gayo hariman tar re etli0



સ્રોત
- પુસ્તક : આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન (પૃષ્ઠ ક્રમાંક 163)
- સંપાદક : લક્ષ્મણ પિંગળશીભાઈ ગઢવી
- પ્રકાશક : શ્રી મેરુભા ગઢવી સ્મૃતિ પ્રકાશન
- વર્ષ : 2014
- આવૃત્તિ : બીજી આવૃત્તિ