એ જી તારો આવ્યો અવસર ભેળાણો રે
ae jii taaro aavyo avsar bhelaano re
રૂપાંદે
Rupande

એ જી તારો આવ્યો અવસર ભેળાણો રે,
રાહોલ માલા, તમે જાગો જુગના જૂના જોગી રે.
એ જી માલદે, ઘરે રે ઘોડા 'ને તમે પાળો કેમ હાલશો રે?
એ જી તમે ઘોડલે ચડીને વ્હેલા આવો રે... રાહોલ માલા.
એ જી માલદે, સાધુડાના ઘરમાં ચોરી નવ કરીએ રે,
એ જી જે રે જોઈએ ઈ માંગી લઈએ રે... રાહોલ માલા.
એ જી માલદે, ઊંડા જળની આળ્યું નવ કરીએ રે,
એ જી એના કાંઠે બેસીને ન્હાઈ લઈએ રે... રાહોલ માલા.
એ જી માલદે, પર રે નારીનો સંગડો નવ કરીએ રે,
એ જી એને બેન કહીને બોલાવીએ રે... રાહોલ માલા.
એ જી માલદે, સોના કેરી નગરી 'ને રૂપા કેરા ધાગા,
એ જી એને કાંટાની વાડ્યું ગણીએ રે... રાહોલ માલા.
એ જી માલા, દોય કર જોડી 'રાણી રૂપાંદે' બોલિયાં,
એ જી મારા સાધુડાનો બેડલો સવાયો રે... રાહોલ માલા.



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 83)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009