tun to nyaaro rahiine - Pad | RekhtaGujarati

તું તો ન્યારો રહીને

tun to nyaaro rahiine

છોટમ કવિ છોટમ કવિ
તું તો ન્યારો રહીને
છોટમ કવિ

તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા રે...

તારી ઇચ્છા તે છે માયા, તેમાં સઘળા ભેદ સમાયા;

નિર્ગુણ છે પણ ગુણ તુજમાં દીસે ઘણા રે... તું તો ન્યારો0

પવન-પાણીનો પિંડ બનાવ્યો, તેમાં ચેતન તારું લાવ્યો;

તુજ ડા’પણ જોતામાં, નહીં દીસે મણા રે... તું તો ન્યારો0

નટ જેમ પટનો ઓથ કરે છે, સકળ પૂતળાં નાચ કરે છે;

તેમ તારા કરમાં છે, સર્વે તાંતણા રે... તું તો ન્યારો0

એક કરે સહુ જગત હલાવે, ચમકદૃષ્ટિ જઈ લોહ ચલાવે;

ઇચ્છા જ્ઞાન ક્રિયાદિક તુજમાં, ગુણ ઘણા રે... તું તો ન્યારો0

તું ખેલે છે બાજી તારી, જાણી શકે બુદ્ધિ મારી;

છોટમ તુજને જોતાં ભાગે, ભ્રમ બધા રે... તું તો ન્યારો0

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 22)
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1964