sanmukh dera re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સન્મુખ ડેરા રે

sanmukh dera re

ત્રિકમસાહેબ ત્રિકમસાહેબ
સન્મુખ ડેરા રે
ત્રિકમસાહેબ

સન્મુખ ડેરા રે, સાહેબ મેરા… સન્મુખ૦

હૈ તુજ માંહી સૂઝત નાંહી, ગુરુ બિન ઘોર અંધેરા, અંધેરા, અંઘેરા.

સંસારિયો સપને કી બાજી, તામેં ચેત સવેરા, સવેરા, સવેરા.

આવાગમન કા ફેરા ટળિયા, પલમાં હુવા નિવેરા, નિવેરા, નિવેરા.

‘ત્રિકમદાસ’ સત્ત ખીમ કા ચરનાં, તોડ્યા જમ કા જંજીરા, જંજીરા, જંજીરા.

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : છઠ્ઠી