પ્યાલો દુજો કોણ પીવે
pyalo dujo kon pive
ત્રિકમસાહેબ
Trikamsaheb

પ્યાલો દુજો કોણ પીવે, મારે સદ્ગુરુએ પાયો અગાધ... પ્યાલો૦
સતની કુંડી સંતો, શબ્દ લીલાગર, એક તુંહી મારો સતગુરુ ઘુંટણહાર... પ્યાલો૦
શ્રવણેથી રેડ્યો , મારે રૂદિયે ઠેરાણેા, એક તુંહી, દેહડીમાં હુવો રણંકાર... પ્યાલો૦
ચડતે પ્યાલે સંતો, ગગન દરસાણા, એક તુંહી જમીં આસ્માન એક તાર... પ્યાલો૦
નામ મારે સંતો ગુરુજીના રૂપમાં તુંહી, બોલ્યા છે ‘ત્રિકમદાસ’... પ્યાલો૦



સ્રોત
- પુસ્તક : સંત ત્રિકમસાહેબનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 57)
- સંપાદક : ઉમિયાશંકર અજાણી
- પ્રકાશક : અજાણી પ્રકાશન
- વર્ષ : 2006