પ્રેમકટારી
premkataarii
જીવણ સાહેબ
Jivan Saheb

પ્રેમકટારી આરંપાર નિકસી મેરે નાથકી,
ઔરકી હોય તો ઓખધ કીજે, આ તો હરિકે હાથકી.
ચોધારીનો ઘાવ નો સૂઝે, જો જોઈ કોણ જાતકી,
આંખ મીંચી ઉઘાડી જોયું, વાર નો લાગી વાતકી –
સઈ, જોયું મેં શામળા સામું, નીરખી કળા નાથકી,
વ્રેહને બાણે પ્રીત્યે વીંધ્યા, ઘાવેડી બહુ ઘાતકી –
ઓખધ બૂટી પ્રેમની સોઈ, જો પીવે એક પાતકી,
રાત-દિવસ રંગમાં ખેલે રમતું ઈ રઘુનાથકી –
દાસી જીવણ ભીમ પ્રતાપે, મટી ગઈ કુળ-જાતકી,
ચિતડાં હર્યાં શામળે વા'લે, ધારણીધરે ઘાતકી –
પ્રેમકટારી આરંપાર નિકસી મેરે નાથકી.



સ્રોત
- પુસ્તક : કવિતા : ઑગસ્ટ ૧૯૬૮ (પૃષ્ઠ ક્રમાંક 33)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન