મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે. (ટેક)
હરિ મને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. મારી0
અનાદિવૈદ આપ છો સાચા, કોઈ ઉપાય વિષે નહિ કાચા;
વધુ ન ચાલે વાચા, વેળા વાળજો રે. મારી0
પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું;
મને હોય જે થાતું, નાથ નિહાળજો રે. મારી0
વિશ્વેશ્વર ના મને વિસારો, આપને હાથ છું પાર ઉતારો;
મહા મુઝારો મારો, નટવર ટાળજો રે. મારી0
કેશવ હરિ, મારું શું થાશે? ઘાણ વળ્યો જો ગઢ ઘેરાશે;
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે. મારી0
mari naD tamare hath, hari sambhaljo re (tek)
hari mane potano janine prabhupad paljo re mari0
anadiwaid aap chho sacha, koi upay wishe nahi kacha;
wadhu na chale wacha, wela waljo re mari0
pathyapathya nathi samjatun, dukha sadaiw rahe ubhratun;
mane hoy je thatun, nath nihaljo re mari0
wishweshwar na mane wisaro, aapne hath chhun par utaro;
maha mujharo maro, natwar taljo re mari0
keshaw hari, marun shun thashe? ghan walyo jo gaDh gherashe;
laj tamari jashe, bhudhar bhaljo re mari0

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 6)
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1964