રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદિલ દરિયામાં એક દેવ નિરંજન, ચેતન ચાલ્યું મારે હરદે આવે રે,
પ્રેમ ભકિત કોઈ પૂરા નર પાવે, સાંભળ સતગુરુ શું કહાવે રે... દલ૦
અનહદ નાદ ગગનમાં ગાજે, નુરત સુરત કરી લે લાવે રે,
અણી અગર પર અધર દલીશા, રમતા રામ મારી નજરે આવે રે... દિલ૦
અંતરમાં એક નિરંતર ન્યારા, હરદમ ગુરુ સે હેત લાવે રે,
પરાત્મા જેણે પ્રગટ ચીન્યા, સમદૃષ્ટિએ સોઈ સંત રે'વે રે... દિલ૦
જ્ઞાન ગરીબી જેણે સતગુરુ સેવ્યા,વેલા વૈકુંઠ સોઈ જાવે રે,
આવાગમન એને કબુવે ન લોપે, સહેજ શૂન્ય મેં સમાવે રે... દિલ૦
શૂરા સાધુ સનમુખ રે'વે, કાયર ભાગી ભાગી વન જાવે રે,
સતગુરુના જેણે શબ્દ ન માન્યા, ગાફલ ગોથાં બહુ ખાવે રે... દિલ૦
ખીમને ભાણ રવિ રમતા રામા, અરસ પરસ ગુરુ એક કાવે રે,
પાંચ તત્ત્વમાં પરગટ બોલે, આપે બોલેને બોલાવે રે... દિલ૦
આદિ હતા સો અબ મેં પાયા, અબ મેરો મનવો ક્યાંઈ નહિ જાવે રે,
'ત્રિકમદાસ' સત ખીમના ચરણાં, ઠીક કરીને ગુરુ ઠેરાવે રે... ..દિલ૦
સ્રોત
- પુસ્તક : 'સંત ત્રિકમસાહેબનાં પદો' (પૃષ્ઠ ક્રમાંક 51)
- સંપાદક : ઉમિયાશંકર અજાણી
- પ્રકાશક : અજાણી પ્રકાશન
- વર્ષ : 2006