adhuuriyaa se no hoy daldaanii vaatun - Pad | RekhtaGujarati

અધૂરિયા સે નો હોય દલડાંની વાતું

adhuuriyaa se no hoy daldaanii vaatun

લીરબાઈ લીરબાઈ
અધૂરિયા સે નો હોય દલડાંની વાતું
લીરબાઈ

અધૂરિયા સે નો હોય દલડાંની વાતું

મારી બાયું રે!

નર પૂરા મળે તો રાવું રેડીએ રે

એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે

શું જાણે સમદરિયાની લહેરું?

મારી બાયું રે...

દૂધ 'ને સાબૂએ ધોયા કોયલા રે

કોયલા કોઇ દી' ઊજળા નો થાય

મારી બાયું રે...

એવાં દૂધડાં પાઇને વખંભર સેવિયા રે

મૂકે નંઈ મુખડાં કેરાં ઝેર

મારી બાયું રે...

એવા દુરજનિયાની આડે મોટા ડુંગરા રે

જી, મારા હરિજનિયાની સંગ હાલું

મારી બાયું રે...

ગુરુ પ્રતાપે 'લીરબાઇ' બોલિયાં રે

જી, મારા સાધુડાનો બેડલો સવાયો રે

મારી બાયું રે...

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : નવેમ્બર ૨૦૧૧ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન