અચરજ નજરે આયા સંતો
acharaj najare aayaa santo
મોરાર સાહેબ
Morar Saheb
મોરાર સાહેબ
Morar Saheb
અચરજ નજરે આયા સંતો
જલ મેં જ્યોતિ જગાયા
એક અચરજ નજરે આયા.
બિના મૂળ એક તરુવર દીઠા, ડાળ પાત નહીં છાંયા,
ફળ બિન ફૂલ, ફૂલ બિન ફળિયા, તીન લોક છવરાયા.
એક અચરજ નજરે આયા...
વિના પાળ એક પંખી બેઠા, પગ પાંખ નહીં કાયા,
વિના ચાંચ હંસા ચૂગતા હૈ, મોતી ગોતી લાયા.
એક અચરજ નજરે આયા...
વિના મેઘ એક વીજ ચમુકે, વિના વાદળ વરસાયા,
અધર દરિયા સુભર ભરિયા, સમુદ્ર લહેર સમાયા.
એક અચરજ નજરે આયા...
બિન પૃથ્વી એક પરવત દીઠા, તા પર જલ જમાયા,
ઉન જલ બીચ એક જોગી બેઠા, નૂરતે નાદ બજાયા.
એક અચરજ નજરે આયા...
જુગત બેટીએ માતા જાયા, પુત્ર પિતા કું જાયા,
રજ્જ 'મોરાર' રવિ કે ચરણે, તુરત તમાશા પાયા.
એક અચરજ નજરે આયા...
સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 76)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009
