aayaa apaar jamaanaa re, teraa bhed koii kun samajaanaa - Pad | RekhtaGujarati

આયા અપાર જમાના રે, તેરા ભેદ કોઈ કું સમજાના

aayaa apaar jamaanaa re, teraa bhed koii kun samajaanaa

પૂંજલ પીર પૂંજલ પીર
આયા અપાર જમાના રે, તેરા ભેદ કોઈ કું સમજાના
પૂંજલ પીર

આયા અપાર જમાના રે, તેરા ભેદ કોઈ કું સમજાના.

કહાં સે હંસલો આવે - જાવે, કોણ હૈ જીવ કા થાણા,

પોથી પુસ્તક સબ હી ઢૂંઢ્યા, સ્વરૂપ કોઈ સંત કું દરશાણા... આયા૦

અગમ ઘેરથી હંસ આવે - જાવે, બ્રહ્મ હૈ જીવ કા થાણા,

સબ ઘરમાં એક આત્મ દેખ્યા, પડે છે વેદ પુરાણા... આયા૦

કામ ક્રોધ મોહ લોભ ઉપજાવે, છોડી દિયો અભિમાના,

ભલા બુરા કા બદલા દેખ્યા, આમાં સત અસત પરખાણાં... આયા૦

નામ ધર્યા સો વસ્તુ જાવે, ખતમ સબ કોઈ થાવાનાં,

નાના મોટા સબ મર બેઠા, સતગુરુ નહીં મરવાના... આયા૦

સતગુરુ આગળ શીશ નમાવો, હરીફેર અવતારા નહીં મનખાના,

'પૂંજારામ' કહે સતગુરુ ઉગારામ ચરણે, પૂરા પુરુષ મળે તે નર તરવાના... આયા૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : રામજી હીરસાગર
  • પ્રકાશક : પોતે