આત્મતત્ત્વ શોધો રે, જ્ઞાનીજન ગોતો ઘટમાં!
બોલે તે નહિ બીજો રે, ઓળખી લેજો અંતરમાં... આત્મ૦
વિશ્વંભર દરિયો સભર ભરિયો, માંહી રવિ-શશિ તેજની જ્યોતિ,
શૂરા-પૂરા એ જળમાં ઝંપલાવે, કોઈ મરજીવા લાવે મોતી!
કોઈ પહેરે પનોતી રે અખંડ ચૂડલા કરમાં... આત્મ૦
કાગડા, બગલા કાંઠે રહેવે, વસ્તુ હાથ ન આવે આરે,
માન સરોવર માંહી મુક્તાફળ કોઈ હંસ ચારે તેને ચારે!
ક્ષીર ને નીર ભેળાં રે જૂજવાં કરી પીએ પળમાં... આત્મ૦
સદ્ગુરુ-સંગતમાં જે જન સમજે, તેનું નિશ્ચે થશે કાજ,
દર્પણમાં તન દીસે પોતાનું, એમ માંહેથી મહારાજ!
પોતાને પોતે પરખે રે, જે ભર્યો સભરાભરમાં... આત્મ૦
હરિ-ગુરુ-સંત સ્થિર રૂપ તે, જંત્ર વાજિંત્ર બજાવે,
શબ્દ ઘટાવી લક્ષમાં ડોલે, હરિનાદે નામ ચિત્ત આવે!
'ધીરા' સુખસાગર રે નીરખો નિજ અંતરમાં... આત્મ૦
atmtattw shodho re, gyanijan goto ghatman!
bole te nahi bijo re, olkhi lejo antarman aatm0
wishwambhar dariyo sabhar bhariyo, manhi rawi shashi tejani jyoti,
shura pura e jalman jhamplawe, koi marjiwa lawe moti!
koi pahere panoti re akhanD chuDla karman aatm0
kagDa, bagla kanthe rahewe, wastu hath na aawe aare,
man sarowar manhi muktaphal koi hans chare tene chare!
ksheer ne neer bhelan re jujwan kari piye palman aatm0
sadguru sangatman je jan samje, tenun nishche thashe kaj,
darpanman tan dise potanun, em manhethi maharaj!
potane pote parkhe re, je bharyo sabhrabharman aatm0
hari guru sant sthir roop te, jantr wajintr bajawe,
shabd ghatawi lakshman Dole, harinade nam chitt aawe!
dhira sukhsagar re nirkho nij antarman aatm0

સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 165)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ