Aapo Koi - Pad | RekhtaGujarati

આપો કોઈ

Aapo Koi

મીરાંબાઈ મીરાંબાઈ
આપો કોઈ
મીરાંબાઈ

મનના મેવાડમાં એક રાણો વસે છે;

રાણાને અહીંથી ઉથાપો કોઈ.

મને મીરાંનું પાગલપન આપો કોઈ!

મને મેવાડી મ્હેલ હવે જોઈતા નથી.

હીરા-મોતીના ખેલ હવે જોઈતા નથી.

મારા કરંડિયાને સાપ તો ડસે :

સાપને તો અહીંથી ઉથાપો કોઈ

મને મીરાંનું વૃંદાવન આપો કોઈ!

હરિ-આવનની આવાજને સાંભળ્યા કરું.

અહીં દિવસ ને રાત : દીપ બાળ્યા કરું.

નૈનનમેં નંદલાલ એવા શ્વસે :

મને પ્રીતિ પુરાતન આપો કોઈ

અને મીરાંનું વૈરાગન આપો કોઈ

હવે સાંવરિયો મનભાવન થાપો કોઈ!

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011