આંખલડી વાંકી, અલબેલા
Aankhladi Vanki, Albela!
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
આંખલડી વાંકી, અલબેલા! તારી આંખલડી વાંકી.
નયન-કમળનો પલકારો રે મારે, તીર માર્યાં છે તાકી.
વનરા તે વનને મારગ જાતાં તન રે જોયાં છે ઝાંખી.
ચાળવણિયામાં વ્હાલે ચિત હરી લીધાં, મોહનલાલે ભૂરકી નાખી.
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમળ ચિત રાખી.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
