આજનો દિન રળિયામણો રે
aajno din raliyaamno re
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
આજનો દિન રળિયામણો રે જે પ્રગટ્યા દેવ મોરારી રે.
મોતીએ ચોક પૂર્યા અતિ સુંદર, હરખી વ્રજની નારી રે. આ૦
હરખ્યા નંદ ભવનમાં ઊભા, બહુવિધ દાન દેવાયે રે;
કુંકુમ કળશ કામિનીએ કર લીધા, ઘર ઘર મંગળ ગાયે રે. આ૦
કોટિ બ્રહ્માંડનો નાથ કહાવે, ગોકુળમાં જેનો ઠામ રે;
નરસૈંયાનો સ્વામી અવતરિયો પૂરવા મનના કામ રે. આ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 68)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
