aajni ghaDi re raliyamni re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આજની ઘડી રે રળિયામણી રે

aajni ghaDi re raliyamni re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
આજની ઘડી રે રળિયામણી રે
નરસિંહ મહેતા

આજની ઘડી રે રળિયામણી રે,

મારી વહાલોજી આવ્યાની વધામણી જી રે.

પૂરો પૂરો, સોહાગણ! સાથિયો રે,

ઘેરે મલપતો આવે હરિ હાથિયો જી રે.

સખી! લીલુડા વાંસ વઢાવીએ રે,

મારા વહાલાજીનો મંડપ રચાવીએ જી રે.

તરિયાં તોરણ બારે બંધાવીએ રે,

સખી! મોતીડે ચોક પુરાવીએ જી રે.

સખી! જમુનાજીનાં જળ મંગાવીએ રે,

મારા વહાલાજીના ચરણ પખાળીએ જી રે.

સહુ સખીઓ મળીને વધાવીએ રે,

મારા વહાલાજીને મંગળ ગવરાવીએ જી રે.

સખી! રસ મીઠડાથી મીઠડો રે,

મહેતા નરસૈયાનો સ્વામી મેં તો દીઠડો જી રે.

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997