aajni ghaDi re raliyamni - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આજની ઘડી રે રળિયામણી

aajni ghaDi re raliyamni

રાજે રાજે
આજની ઘડી રે રળિયામણી
રાજે

આજની ઘડી રે રળિયામણી.

હાંરે મ્હારા વ્હાલાજી આવ્યાની વધામણી જી રે; ...આજની૦

હાંરે સોહાસેણ પુરોની સાથીયા,

હાંરે ઘેર મલપતા આવે તે હરિ હાથીયા જી રે; ...આજની૦

હાંરે સખી આલેરા વાંસ અણાવીએ,

હાંરે મ્હારા વ્હાલાજીને મંડપ રચાવીએ જી રે; ...આજની૦

હાંરે સોહાસેણ ચાર તેડાવીએ,

હારે મ્હારા વ્હાલાજીને મોતીડે વધાવીએ જી રે; ...આજની૦

હાંરે સોહાસેણ મળશે જે ઘડી,

હાંરે મારા પ્રભુજી પધારે તે ઘડી જી રે; ...આજની૦

હાંરે મલ્યા દાસ રાજેના સ્વામી ફાંકડા,

હાંરે હું તો મોહી રહી મૂછના આંકડા જી રે; ...આજની૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981