આજ મારે સાધુ જનનો સંગ રે રાણા
Aaj mare sadhu janno sang re rana
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
આજ મારે સાધુ જનનો સંગ રે રાણા, મારાં ભાગ્ય ભળ્યાં રે. - આજ૦
સાધુ જનનો સંગ જો કરીએ પિયાજી, ચડે તે ચોગણો રંગ રે. – મારાં
સાકુટ (૧) જનનો સંગ ન કરીએ પિયાજી, પાડે ભજનમાં ભંગ રે. - મારાં૦
અડસઠ તીરથ સંતોને ચરણે પિયાજી, કોટિ કાશી ને કોટિ ગંગ રે. - મારાં.૦
નિંદા કરશે તે તો નર્કકુંડમાં જાશે પિયાજી, થશે આંધળાં અપંગ રે. – મારાંo
‘મીરાં’ કહે ગિરિધરના ગુણ ગાયો પિયાજી, સંતોની રજમાં શિર સંગ રે. – મારાં૦
સ્રોત
- પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 861)
- સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
- પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
- વર્ષ : 1887
