આજ મારે પ્રેમ પ્રગટ્યો રે, સંતો હૃદય ઉમિયા સૂર
પ્રેમ તણા ગુણ ઐસા આયે, વિષના વાજા નહીં
પ્રેમના જેગી પ્રેમના ભાગી, પ્રેમની વાતો સહી - આજ.
પ્રેમે ગુરુની હું પતિવંતા, પ્રમે પહેરું શણગાર
સોળ શણગાર પહેરું પ્રેમના, પ્રેમ ચરણ બલિહાર - આજ.
પ્રેમે વાડી પ્રેમે ધોડી, પ્રેમે ખેતર ખેડે
પ્રેમ તણા વાવણિયા જોડી પ્રેમે કણસલાં વેડે - આજ.
બે પગા, ચોપગા તેજ તરણામાં, પ્રેમનાં પંખી બોલે
પ્રેમ ગુરુવાણી વિદ્યા છે, નાવે પ્રેમની તોલે - આજ.
પ્રેમ ઘણી પાવસ વરસે, અવનીમાં ધરિયાં રૂપ
અઢારભાર વનસપતિ પ્રેમે, પ્રેમનાં સંત સ્વરૂપ - આજ.
જોધલ જનકનાં ગુણ ગાનનાં, યશ બોલું દીન થઈ
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, ગુરુ મારા જય જયકારભઈ
આજ મારે પ્રેમ પ્રગટ્યો રે.
aaj mare prem prgatyo re, santo hriday umiya soor
prem tana gun aisa aaye, wishna waja nahin
premna jegi premna bhagi, premni wato sahi aaj
preme guruni hun patiwanta, prme paherun shangar
sol shangar paherun premna, prem charan balihar aaj
preme waDi preme dhoDi, preme khetar kheDe
prem tana wawaniya joDi preme kanaslan weDe aaj
be paga, chopga tej tarnaman, premnan pankhi bole
prem guruwani widya chhe, nawe premni tole aaj
prem ghani pawas warse, awniman dhariyan roop
aDharbhar wanasapati preme, premnan sant swarup aaj
jodhal janaknan gun gannan, yash bolun deen thai
jodha prtape bhane bhawanidas, guru mara jay jaykarabhi
aj mare prem prgatyo re

સ્રોત
- પુસ્તક : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 50)
- સંપાદક : દલપત શ્રીમાળી
- પ્રકાશક : માહિતીખાતું, ગાંધીનગર
- વર્ષ : 1970