આજ મારા ગુરુદાતા મંદિરીએ પધાર્યા
aaj maaraa gurudaataa mandiriiye padhaaryaa

આજ મારા ગુરુદાતા મંદિરીએ પધાર્યા,
પ્રેમ તણા રે મેં તો પટા રે લખાવું, હુકમ હજૂર પિલાયા,
શબ્દ તણા રે મેં તો ઘોડા રે બનાયા,
સુરતાની લગામ ચડાવું રે... આજ૦
કાળક્રોધ કું ગરદન મારું તો, અદલ કી અદલ ચલાવું રે,
પાંચ પચીસ કું એક ઘેર લાવું, નવીન કા નાબ ચલાયા રે... આજ૦
ચૌદ રે ઇન્દ્રીના વિષયોને વારું, નૂરીજન કાળ કું મારું રે,
કાયા રે નગરીમાં ધૂમ મચાવું, સત કા નિશાન રોપાવું રે... આજ૦
ત્રિકુટી પર ચડી તખત પર જોયું, આસનવાળી ગુરુ બેઠા રે,
હદ પર ચડી બેહદ પર જોયું તો, અખંડ આપ દર્શાયા રે... આજ૦
નિજાનંદ મળિયા નિરંતર બતાયા, અલખ પુરુષ ઓળખાયા રે,
'સ્વામી બહેચર' ચરાચર જોયું તો, અપના રૂપ દિખલાયા રે... આજ૦
aaj mara gurudata mandiriye padharya,
prem tana re mein to pata re lakhawun, hukam hajur pilaya,
shabd tana re mein to ghoDa re banaya,
surtani lagam chaDawun re aaj0
kalakrodh kun gardan marun to, adal ki adal chalawun re,
panch pachis kun ek gher lawun, nawin ka nab chalaya re aaj0
chaud re indrina wishyone warun, nurijan kal kun marun re,
kaya re nagriman dhoom machawun, sat ka nishan ropawun re aaj0
trikuti par chaDi takhat par joyun, asanwali guru betha re,
had par chaDi behad par joyun to, akhanD aap darshaya re aaj0
nijanand maliya nirantar bataya, alakh purush olkhaya re,
swami bahechar charachar joyun to, apna roop dikhlaya re aaj0

સ્રોત
- પુસ્તક : ઉત્તર ગુજરાતનું સંત-પંથ સાહિત્ય : વ્યાપ અને વૈવિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 55)
- સંપાદક : ડૉ. રાજેશ મકવાણા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2014