તમને આરાધુ અન્નદેવ, પ્રથમ કરુ તમારી સેવ
tamne aaraadhu annadev, pratham karu tamaarii sev

તમને આરાધુ અન્નદેવ, પ્રથમ કરુ તમારી સેવ. ટેક૦
સવા પહોરે સૂતાં ઊઠે, બકોર કરતાં બાળ;
માતા પાસે ખાવા માંગે, પ્રથમ પ્રાતઃકાળ. તમને૦
પહોર દહાડામાં આવી મળે તો, કાયા કરે કલ્લોલ;
માણસ થાય છે મરવા જેવું, ઘડી થાય જો સોળ. તમને૦
વાત કરતા વઢી પડે છે, ભણતાં જાય છે ભૂલી;
આખડિએ અંધારા આવે, કાયા થઈ જાય લૂલી. તમને૦
પંદર દિને એકાદશી આવે, વ્રતતણો મહિમાય;
રાત પડે ને સ્વપનું લાગે, વહાણ ક્યારે વાય. તમને૦
બળિયામાં જે બળિયો ક્હાવે, જે છે સઉથી બળિયો;
તે જો પામે ત્રીજે પહોરે, ધૂળ થઈને ઢળિયો. તમને૦
તંત્રિશ કોટી દેવ મળીને, સહુકો તમને પૂજે;
કહે રણછોડ અન્નદેવ મળે તો, સર્વે વાતો સૂજે. તમને૦
tamne aradhu anndew, pratham karu tamari sew tek0
sawa pahore sutan uthe, bakor kartan baal;
mata pase khawa mange, pratham pratkal tamne0
pahor dahaDaman aawi male to, kaya kare kallol;
manas thay chhe marwa jewun, ghaDi thay jo sol tamne0
wat karta waDhi paDe chhe, bhantan jay chhe bhuli;
akhaDiye andhara aawe, kaya thai jay luli tamne0
pandar dine ekadashi aawe, wratatno mahimay;
raat paDe ne swapanun lage, wahan kyare way tamne0
baliyaman je baliyo khawe, je chhe sauthi baliyo;
te jo pame trije pahore, dhool thaine Dhaliyo tamne0
tantrish koti dew maline, sahuko tamne puje;
kahe ranchhoD anndew male to, sarwe wato suje tamne0

સ્રોત
- પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ગ્રંથ ૨જો (પૃષ્ઠ ક્રમાંક 769)
- સંપાદક : ઇચ્છારામ સૂર્યરામ દેશાઈ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1913
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ