santo re samjine rahiye ji - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સંતો રે સમજીને રહીએ જી

santo re samjine rahiye ji

અખો અખો
સંતો રે સમજીને રહીએ જી
અખો

મન વાણી પહુંચે નહીં, અજરામર રહીએ;

સંતો રે સમજીને રહીએ જી.

પૃથ્વી વિના પગધાર ના, નહીં બત્તી કે દીવો;

સો ઘર જાના આપ હી, જા કે જીવન જોના... સંતો૦

પવન નહીં પુરુષ નહીં, નહીં જ્યોત ઉજાલા;

દિન ઊગે પણ દીસે નહીં, ઉનકા ખેલ અપારા... સંતો૦

ચંદા નહીં સૂરજ નહીં, નહીં નવ લખ તારા;

મૈં નહીં તૂ નહીં વો નહીં, ઉનકા ખેલ અપારા... સંતો૦

ગુરુગમ સે ‘અખા’ ભણે, સંતો જ્ઞાન વિચારી;

નિર્ભય પદ કો વો નમ્યા, જીને મમતા મારી... સંતો૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ઓશિંગણ
  • પ્રકાશક : ધી ઇન્ડિયા પબ્લિશિંગ કંપની લિમિટેડ
  • વર્ષ : 1909