પાન પરવાના પ્રેમ કા
pan parwana prem ka
ત્રિકમસાહેબ
Trikamsaheb

પાન પરવાના પ્રેમ કા, સદ્ગુરુ દીઆ શીખાઈ,
સુરત શબ્દે મેળા હુવા, તત કા લેખ લખાઈ.
હાં રે વાલા મતવાલા અટકી રહ્યા, દુનિયા દ્વૈત દિખાઈ,
રામ રતનથી ઊતરી, ચોરયાસી મેં જાઈ...
હાં રે વાલા અનહદ વાજાં વાગ્યા, તખતે તાર મિલાઈ,
અણી અગર પર એક હય, અવિનાશી આંઈ...
હાં રે વાલા મન પવન મેળા હુવા, નુરતે નિજ ઘર પાઈ,
સોહે રે બ્રહ્મ સતનામ હય, જ્યાં નહિ ધૂપ કે છાંઇ...
હાં રે વાલા અજર હંસ અમૂલ્ય હય, કરતા કબીર કહાઈ,
જે કોઇ સમજ્યા રે સાનમાં, દુજા નહિ દરસાઈ...
હાં રે વાલા આગે હતા સેા અબ મળ્યા, અબ કછુ સંશય નાંઈ,
‘ત્રિકમ’ ખીમ પ્રતાપ સે, હંસે હંસ મિલાઈ.



સ્રોત
- પુસ્તક : સંત ત્રિકમસાહેબનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 57)
- સંપાદક : ઉમિયાશંકર અજાણી
- પ્રકાશક : અજાણી પ્રકાશન
- વર્ષ : 2006