jyan joun tyan - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જ્યાં જોઉં ત્યાં

jyan joun tyan

અખઈદાસ અખઈદાસ
જ્યાં જોઉં ત્યાં
અખઈદાસ

જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા

મરેલા મળે નહીં કોઈ

મરેલા મળે તો મહાસુખ માણીએ

જેને આવાગમન ના હોય.

એજી મડદું પડ્યું મેદાનમાં, એને કળી શકે કોઈ,

આશા ત્રશ્ના ને ઈરષા, ત્રણને ખાધેલ હોય.

જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા...

એજી મરદોના ખેલ છે મેદાનમાં, જો કોઈ રતીભાર ચાખે

એક રે અક્ષરનો અનુભવ કરે, સમજીને રુદિયામાં રાખે

જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા...

એજી જીવતા નરને જોખમ ઘણાં, મરેલાને કોણ મારે?

જોખો મટાડ્યો એના જીવનો, આવતા જમને પાછા વાળે

જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા...

મન રે મારીને મેંદો કરો, ગાળીને કરોને ગોળો,

ભૂતનાથ ચરણે ‘અખૈયો' ભણે, લ્યો સદ્‌ગુરુનો ઓળો.

જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા...

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009