guru balakna wachanne bujhe - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગુરુ બાલકના વચનને બૂઝે

guru balakna wachanne bujhe

અક્કલદાસ સાહેબ અક્કલદાસ સાહેબ
ગુરુ બાલકના વચનને બૂઝે
અક્કલદાસ સાહેબ

ગુરુ બાલકના વચનને બૂઝે, દિલની વાતો કેને દઈ દૂજે,

પ્રેમી મળે તો પ્રેમને પૂજે, સાચવાળાને માર્ગ સૂઝે... ગુરુ૦

અવિનાશીનું જેને સાધન આવે, લાભ લક્ષ્મી ઘેર બેઠાં આવે,

ભક્તિ કરે પ્રેમને ભાવે રે, તો નામવાળાને કદી તૂટો ના'વે... ગુરુ૦

જુગના જીવનને હું તો હાલું જોતી, જોયાં પુસ્તક પાનાંપોથી,

મરજીવે નર લીધાં મોતી, એમ કાયામાંથી ગુરુ લીધા ગોતી... ગુરુ૦

તેત્રીસ માયલો જીવ નહીં તૂટે, કૂડિયાં જ્ઞાન ઠાલાં મર કૂટે,

સંત સેવે તો ચોરાશી છૂટે, ખરા સેવક નહીં ખૂટે... ગુરુ૦

વર્યા વચનને મને પ્રેમ વ્યાપ્યો, તેજ ધૂણીનો તારો સેવક તાપ્યો,

અમ્મર બોલ મારા ગુરુજીએ આપ્યો, થાનમાં દુવારો ગુરુવચને થાપ્યો... ગુરુ૦

રામના નામની થઈ છે આનંદલીલા, મળ્યા સંત મારે નિત્યના મેળા,

સિદ્ધ 'અક્કલદાસ' થઈ ગિયા ચેલા, તો સતગુરુ ભીમ વચને રે'જો ભેળા... ગુરુ૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સંપાદક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર