બેડો બાઈ બૂડતો તારો રે, અંબે આઈ પાર ઉતારો રે.
આ ખેપે હું તો ઘણું કમાયો, ભર્યો અનર્ગલ માલ;
મધ્ય દરિયા વચ્ચે તોફાન લાગ્યું, શા રે થાશે હેવાલ.
ખલાસિયા તો બડબડ કરે છે, મહા જુલમ મનમાંય;
માલધણી વિમાશી રહ્યો છે, ડોલ્યું દરિયામાંય.
મધ્ય દરિયા વચ્ચે ડોલ્યું માતાજી, વહાણને નથી વિશ્રામ;
એક નામનો આશરો તારો, કરો સેવકનાં કામ.
ઊંચું જોઉં તો આભ માતાજી, નીચું જોઉં તો નીર;
બાળા શક્તિ મારી બૂમ સાંભળજો, સાજું રાખોને શરીર.
કુવાયરાની લહેરો લાગીને, મોજાંતણી શી વાત;
અપશકુનિયા વેળા આવી છે, ધાઓ ધાઓ અંબેમાત.
હાથેથી હવે નેજા છૂટ્યા, સઢ પણ ડંડાતોડ;
અંત સમાની આ વેળા થઈ હવે, મોટે ભાલે છે મોડ.
ડુંગરિયે તો દવ લગાડેલો, પૂર્ણ કીધેલાં પાપ;
એક પહોરથી સ્તુતિ કરું છું, આવોને આપોઆપ.
અરધું વહાણ મેં અર્પણ કીધું, સાક્ષી ઊંચો આભ;
આ અવસર આરાસુરી આવો, નથી ખાવો મારે લાભ.
જગત જનેતા સ્તુતિ સુણી થયાં, વાઘ ઉપર અસવાર;
ઝાઝ ઉપર જઈ ત્રિશૂળ ઝાપટ્યું, તાર્યું તે જળમોઝાર.
વહેવારિયો તો અચરજ પામ્યો, આવ્યું તે મનમાં વહાલ;
કર જોડી રાવો ભક્ત ભણે છે, અરપી દીધો માલ.
beDo bai buDto taro re, ambe aai par utaro re
a khepe hun to ghanun kamayo, bharyo anargal mal;
madhya dariya wachche tophan lagyun, sha re thashe hewal
khalasiya to baDbaD kare chhe, maha julam manmanya;
maladhni wimashi rahyo chhe, Dolyun dariyamanya
madhya dariya wachche Dolyun mataji, wahanne nathi wishram;
ek namno ashro taro, karo sewaknan kaam
unchun joun to aabh mataji, nichun joun to neer;
bala shakti mari boom sambhaljo, sajun rakhone sharir
kuwayrani lahero lagine, mojantni shi wat;
apashakuniya wela aawi chhe, dhao dhao ambemat
hathethi hwe neja chhutya, saDh pan DanDatoD;
ant samani aa wela thai hwe, mote bhale chhe moD
Dungariye to daw lagaDelo, poorn kidhelan pap;
ek pahorthi stuti karun chhun, awone apoap
aradhun wahan mein arpan kidhun, sakshi uncho aabh;
a awsar arasuri aawo, nathi khawo mare labh
jagat janeta stuti suni thayan, wagh upar aswar;
jhajh upar jai trishul jhapatyun, taryun te jalmojhar
wahewariyo to achraj pamyo, awyun te manman wahal;
kar joDi rawo bhakt bhane chhe, arpi didho mal

સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 91)
- સંપાદક : રામનારાયણ વિશ્વનાથ પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ