આદ્ય વેરાગણ છું
Aadhy Veragan chhu
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
આદ્ય વેરાગણ છું, રાણાજી, મેં આદ્ય વેરાગણ છું.
મીરાં બાંધે ધૂઘરા રે, હાથ લિયે કરતાલ;
અમો રે ગિરધર આગળ નાચીશું રે, ગુણ ગાઈશું રે ગોપાલ. – રાણાજી૦
વિખના પ્યાલા રાણે મોકલ્યા રે, દીજો ‘મીરાં’ કે હાથ;
કર ચર્ણામૃત પી ગયાં રે, અમે રે વાસી શ્રી રધુનાથ – રાણાજી૦ .
સ્રોત
- પુસ્તક : મીરાં અને નરસિંહ (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : હરસિદ્ધભાઈ વ. દિવેટિયા
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1944
