aa tan rang patang sarikho - Pad | RekhtaGujarati

આ તન રંગ પતંગ સરીખો

aa tan rang patang sarikho

બ્રહ્માનંદ બ્રહ્માનંદ
આ તન રંગ પતંગ સરીખો
બ્રહ્માનંદ

તન રંગ પતંગ સરીખો

તન રંગ પતંગ સરીખો, જાતાં વાર લાગે જી;

અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરૂં આગે જી.

અંગે તેલ ફૂલેલ લગાવે,માથે છોગાં ઘાલે જી;

જોબન-ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે જી.

જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલે જી;

મગરૂરીમાં અંગ મરોડે, જેમતેમ મુખથી બોલે જી.

મનમાં જાણે સુજ સરીખો, રસિયો નહીં કોઈ રાગી જી;

બહારે તાકી રહી બિલાડી, લેતાં વાર લાગે જી.

આજ કાલમાં હું તું કરતાં, જમડા પકડી જાશે જી;

બ્રહ્માનંદ કહે, ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશે જી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - ૧ (પૃષ્ઠ ક્રમાંક 215)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981