આ જુગ જાગો હો જી
aa jug jaago ho jii
લીરબાઈ
Lirbai

આ જુગ જાગો હો જી!
મોટા મુનિવર 'ને સાધુ તેડાવો
બેની મારા ભાયલા હો જી!
ઘરનો ઉંબરિયો ઓળાંડી ન શકો તો
તમે પારકે મંદિરિયે શીદ મ્હાલો?
બેની મારા ભાયલા હો જી!
વીંછીની વેદના ખમી ન શકો તો
તમે વસિયલને શીદ રે જગાડો?
બેની મારા ભાયલા હો જી!
'લીરબાઈ' ક્યે છે : ઈ તો સતની કમાયું
કરીને ઊતરજો તમે ભવપાર...
બેની મારા ભાયલા હો જી!



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 86)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009