E-book of Shri Sayaji Vaibhav Sarvajanik Pustakalay, Navsari | RekhtaGujarati

શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી

નવસારીમાં આવેલું ગુજરાતના સૌથી વિશાળ પુસ્તકાલયોમાંથી એક એટલે શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય. આ પુસ્તકાલયના સ્થાપક મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા. સમય જતાં 125 વર્ષ જૂનું આ પુસ્તકાલય જર્જરિત થઈ ગયેલું. મહાદેવભાઈ દેસાઈ તથા જયપ્રકાશ મહેતાએ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માના પુસ્તક ‘અસૂર્યલોક’ની વાંચન પ્રેરણાથી આ પુસ્તકાલયનો જીર્ણોદ્વાર કરીને તેને આધુનિક બનાવ્યું. આજના ડિજિટલ યુગમાં જ્યાં જ્ઞાન માહિતી અને મનોરંજન મેળવવા માટે પહેલી પસંદગીનો દરજ્જો પુસ્તકોએ ગુમાવ્યો છે ત્યારે 1898માં શરૂ થયેલું આ પુસ્તકાલય ભાષા-સાહિત્યની અનેક પ્રવૃત્તિઓથી સતત ધબકતું રહે છે. આ ઐતિહાસિક પુસ્તકાલયના મૂલ્યવાન પુસ્તકોનો ખજાનો આપ અહીં માણી શકો છો.

  • favroite
  • share