રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએ ઝરૂખાના ઝૂકેલા બધા વળાંકો ઉપર,
પ્રલંબ આશ્લેષમાં ડૂબેલ નમણી વેલ હતી.
ચોતરફ ખોખલાં ખંડેરની વસતી વચ્ચે,
હવેલી એકલી જાણે કે ઝૂરતી ઢેલ હતી!
એ રાતોમાં બધી વેદનાઓ ટોળે વળી,
નીતરતી ચાંદનીમાં ઓળઘોળ ભળતી’તી
થીજેલી ઝંખના ફૂલોના શુષ્ક હોઠો પર,
પરોઢી ઓસ જેવી ધીમે, ધીમે ગળતી’તી!
એ સર્વે રાર્ત્રિઓ, કોઈ કિરાતી કન્યાશી,
સમીપ આવીને હળવેથી રણઝણતી હતી
મરાલ ટોળીઓ સૂતેલા સરોવર વચ્ચે,
કથાઓ આપણી ધીમેશથી ગણગણતી હતી!
જેના આધારથી મારી તરસને લિપિ મળી,
એ પીડાઓ હતી, તારી દૂ...રીનો તરજુમો
મેં વિશ્રંભ વારતાઓ સ્હેજ હજી માંડી ત્યાં,
ગળે અટકી ગયો’તો કોઈ રઝળતો ડૂમો.
મને યાદ છે: તારી ઉદાસ આંખોમાં
ઝાકળ જળ રચી જાતાં’તાં સુંવાળા પુદ્ગલ
વિહ્વળતાને ભૂંસી નાખતી હર પળ વચ્ચે
મળ્યા’તાં હર પડાવે કૈંક ભટકતાં યુગલ
મને યે યાદ છે કાચીકુંવારી નદીઓ પણ
સફરમાં નીસરીને એ જ પળે પુખ્ત થઈ
જે ગુમરાહ થઈ’તી એય પહોંચી દરિયે પણ,
જે અવઢવમાં રહી’તી એ જ રણમાં લુપ્ત થઈ!
પછી મેં નીલગિરિ વૃક્ષોની પેલી હાર તરફ,
ગમગીન રાતના આકાશને હડસેલી દીધું.
છલોછલ પ્રેમપત્રોથી ભરેલી પેટીમાં,
ઝૂરવું રાત, દી’નું સાવ ધીમે મૂકી દીધું!
તને એ યાદ છે! ક્યારેક મેં પૂછ્યું’તું તને!
વિતેલી ક્ષણને બીજી ક્ષણથી કેમ જોડીશ તું!
ચડેલી હાંફમાં ચૂભશે તને થોરીલો સમય,
અતીતના ક્રૂર પ્રપંચોને કેમ રોકીશ તું!
પછી, તો આગિયા ચાલ્યા ગયા’તા દેશવટે
સળગતાં મૂકીને પાછળ બધાં તમાલવનો
અંગત અર્થ જે આપ્યો હતો પ્રતીક્ષાને,
વિસ્મિત આંખથી જોઈ રહ્યા’તા સર્વ જનો!
પછી હું આ જ શહેરના હર એક રસ્તા પર,
ભગવી સાંજનું આકાશ ઓઢી ફરતો’તો
ઊઠેલા સોળ જેવાં સપનાનું ઇનામ લઈ,
ગમતી રાતને ગુલાલ હુંય કરતો’તો
અને જે વાત અંગત મારે રાખવાની હતી,
કદાચિત્ ખૂલશે કાલે કોઈ સવાલોમાં
તારી વાતનો મોઘમ કોઈ ઉલ્લેખ થશે
ભ્રમ એવોય લોકો સેવશે જવાબોમાં.
e jharukhana jhukela badha walanko upar,
prlamb ashleshman Dubel namni wel hati
chotraph khokhlan khanDerni wasti wachche,
haweli ekli jane ke jhurti Dhel hati!
e ratoman badhi wednao tole wali,
nitarti chandniman olghol bhalti’ti
thijeli jhankhna phulona shushk hotho par,
paroDhi os jewi dhime, dhime galti’ti!
e sarwe rartrio, koi kirati kanyashi,
samip awine halwethi ranajhanti hati
maral tolio sutela sarowar wachche,
kathao aapni dhimeshthi ganaganti hati!
jena adharthi mari tarasne lipi mali,
e piDao hati, tari du rino tarajumo
mein wishrambh wartao shej haji manDi tyan,
gale atki gayo’to koi rajhalto Dumo
mane yaad chheh tari udas ankhoman
jhakal jal rachi jatan’tan sunwala pudgal
wihwaltane bhunsi nakhti har pal wachche
malya’tan har paDawe kaink bhataktan yugal
mane ye yaad chhe kachikunwari nadio pan
sapharman nisrine e ja pale pukht thai
je gumrah thai’ti ey pahonchi dariye pan,
je awaDhawman rahi’ti e ja ranman lupt thai!
pachhi mein nilagiri wrikshoni peli haar taraph,
gamgin ratna akashne haDseli didhun
chhalochhal prempatrothi bhareli petiman,
jhurawun raat, di nun saw dhime muki didhun!
tane e yaad chhe! kyarek mein puchhyun’tun tane!
witeli kshanne biji kshanthi kem joDish tun!
chaDeli hamphman chubhshe tane thorilo samay,
atitana kroor prpanchone kem rokish tun!
pachhi, to agiya chalya gaya’ta deshawte
salagtan mukine pachhal badhan tamalawno
angat arth je aapyo hato prtikshane,
wismit ankhthi joi rahya’ta sarw jano!
pachhi hun aa ja shaherna har ek rasta par,
bhagwi sanjanun akash oDhi pharto’to
uthela sol jewan sapnanun inam lai,
gamti ratne gulal hunya karto’to
ane je wat angat mare rakhwani hati,
kadachit khulshe kale koi sawaloman
tari watno mogham koi ullekh thashe
bhram ewoy loko sewshe jawaboman

સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1999 (પૃષ્ઠ ક્રમાંક 98)
- સંપાદક : ઉષા ઉપાધ્યાય
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2000