kahun chhun jawanine, pachhi wali ja - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કહું છું જવાનીને, પાછી વળી જા

kahun chhun jawanine, pachhi wali ja

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
કહું છું જવાનીને, પાછી વળી જા
અવિનાશ વ્યાસ

કહું છું જવાનીને, પાછી વળી જા;

કે ઘડપણનું ઘર મારું આવી રહ્યું છે.

મનને ના ગમતું ઘડપણનું ડહાપણ પણ

તન તારું સગપણ ભુલાવી રહ્યું છે. કહું.

મનની સ્થિતિ હંમેશાં આશક રહી છે,

કાલે મેં કોઈને માશૂક કહી છે;

ફરી પાછા મળશું પાગલ થવાને,

હમણાં તો ડહાપણ ભૈ સતાવી રહ્યું છે. કહું.

મુહોબ્બત તો મારો હક્ક છે જનમનો,

સાકી હતો ને રહ્યો છું સનમનો;

ઘડપણને કહું છું મુજ રે માફી દઈ દે,

મુહોબ્બતથી મુજને ભૈ ફાવી ગયું છે. કહુ.

સ્રોત

  • પુસ્તક : તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે...
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012