to aapo - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેલું ઘેલું મકાન તો આપો!

ધૂળ જેવું ધાન તો આપો.

સાવ જૂઠું શું કામ બોલો છો,

કોક સાચી જબાન તો આપો.

થોડો ઝાઝો હિસાબ તો આપો!

ખોટો સાચો જવાબ તો આપો!

બાગમાં ભાગ છે અમારો પણ,

એક વાસી ગુલાબ તો આપો.

સુખના બે ચાર શ્વાસ તો આપો!

જિંદગાનીનો ભાસ તો આપો!

મુક્ત વાતાવરણના સ્વામીઓ,

કૈં હવા કૈં ઉજાસ તો આપો!

મુક્તિનું એને સાજ તો આપો!

આદમીનો અવાજ તો આપો!

માઈના પૂચ માનવીને પ્રથમ,

માનવીનો મિજાજ તો આપો!

સ્રોત

  • પુસ્તક : ઝુમ્મર (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2010