kon a samajavshe - Nazms | RekhtaGujarati

કોણ એ સમજાવશે?

kon a samajavshe

કિશોર મોદી કિશોર મોદી
કોણ એ સમજાવશે?
કિશોર મોદી

હું ગગનચુંબી સમયનો આગિયો,

ને બુઝાતી ક્ષણ જિજીવિષાની છું,

વિસ્મયોને કોણ એ સમજાવશે?

હું પ્રતીક્ષાના ઝરુખાનો પવન,

ઓરડામાં શૂન્યતા મ્હેક્યાં કરે,

પગરવોને કોણ એ સમજાવશે?

હું અપેક્ષાનાં નયનનું પંખી છું,

રેશમી એકાંતમાં ટહુકી જઈશ,

પાંપણોને કોણ એ સમજાવશે?

હું અતીતના માનસરનો હંસ છું,

બર્ફની પાંખોમાં સ્મરણો સાચવું,

વાદળોને કોણ એ સમજાવશે?

હું ક્ષિતિજનું સપ્તરંગી શિલ્પ છું,

સ્પર્શના વેરાનમાં નિઃશબ્દ છું,

અક્ષરોને કોણ એ સમજાવશે?

સ્રોત

  • પુસ્તક : ઝુમ્મર (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2010