madhyam - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમે સાવ મધ્યમ અમે સાવ વચ્ચે

અમારાથી કાંઈ ના ઉત્તમ થવાનું,

રાખી શક્યા એક પણ ઊંચું સપનું

અમારા તો ઇચ્છા ને સપનાય મધ્યમ

સરેરાશ આવક સરેરાશ જાવક

સરેરાશ જીવન આખું જવાનું

ટોચે જવાશે ઘાટી ને જોશું

ચાલે છે એમજ ચલાયે જવાના

નથી નાસ્તિકોમાં અમારી ગણતરી

નથી ક્યાંય મીરાં કે નારીશની તોલે

અમારી તો શ્રદ્ધા ને શંકાય મધ્યમ

નથી મોક્ષ કાજે પ્રયત્નો થવાના

કોઈ બગાવત કોઈ સમર્થન

બહુ કાચા પોચા છે તર્કો અમારા

અમારાથી કોઈ ક્રાંતિ થવાની

અમારે ફકત ભીડ સાથે જવાનું

ગાંધી ના રસ્તે અમે ચાલી શકશું

અમારાથી લાદેન પણ થવાશે

અમે બન્ને ધરીઓની વચ્ચે રહીશું

અમારા જીવનમાં છે મૂલ્યોય મધ્ય

અમે સાવ મધ્યમ અમે સાવ વચ્ચે

અમારાથી કાંઈ ના ઉત્તમ થવાનું.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ