રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમને થતું: ઢળી પડીશ હું અમુક શ્વાસમાં,
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં!
હસી રહી'તી મંઝિલો, તજી ગયો'તો કાફલો,
થઈ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો.
ઊઠી ઊઠીને આંધીઓ તિમિર હતી પ્રસારતી,
રહી રહીને જિંદગી કોઈને હાક મારતી,
મને થતું કે કોણ એને લઇ જશે ઉજાસમાં?
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં!
ખરી જતાં ગુલાબને હવે ઝીલીશું ખોબલે,
ઊડી જતી સુવાસને સમાવી લેશું અંતરે;
ખડા થઇ જશું વહી જતા સમયની વાટમાં,
ભરીશું હર્ષનો ગુલાલ શોકના લલાટમાં,
મને થતું કે ફેર કંઈ પડે હૃદયની પ્યાસમાં,
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં!
વિકીર્ણ સોણલાંઓને વિવિધ રીતે સજાવશું,
ઠરી ગયેલ ઊર્મિને હૃદય-ઝૂલે ઝુલાવશુ.
હવે કદી પવિત્ર જલ ધરા ઉપર નહીં ઢળે,
નયન-સમુદ્રથી જગતને મોતીઓ નહીં મળે.
મને થતું: વસાવું આ સુવર્ણ ને સુવાસમાં,
ભલું થયુ, તમે મને મળી ગયાં પ્રવાસમાં
તમે જ રાહ ને તમે જ રાહબર હતાં ભલા?
તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા?
ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના,
અદીઠને અનેક વાર મેં કરી છે વંદના;
મને થતું કે એ જ છે હૃદયની આસપાસમાં,
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં!
mane thatunh Dhali paDish hun amuk shwasman,
bhalun thayun, tame mane mali gayan prwasman!
hasi rahiti manjhilo, taji gayoto kaphlo,
thai rahyo’to raat din dishaono mukablo
uthi uthine andhio timir hati prsarti,
rahi rahine jindgi koine hak marti,
mane thatun ke kon ene lai jashe ujasman?
bhalun thayun, tame mane mali gayan prwasman!
khari jatan gulabne hwe jhilishun khoble,
uDi jati suwasne samawi leshun antre;
khaDa thai jashun wahi jata samayni watman,
bharishun harshno gulal shokna lalatman,
mane thatun ke pher kani paDe hridayni pyasman,
bhalun thayun, tame mane mali gayan prwasman!
wikirn sonlanone wiwidh rite sajawashun,
thari gayel urmine hriday jhule jhulawashu
hwe kadi pawitra jal dhara upar nahin Dhale,
nayan samudrthi jagatne motio nahin male
mane thatunh wasawun aa suwarn ne suwasman,
bhalun thayu, tame mane mali gayan prwasman
tame ja rah ne tame ja rahbar hatan bhala?
tame ja shun dashe disha? tame ja tripti ne trisha?
kharun puchho to ‘adi’thi hati tamari jhankhna,
adithne anek war mein kari chhe wandna;
mane thatun ke e ja chhe hridayni aspasman,

સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 33)
- સંપાદક : જયંત પાઠક
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1981