મ્હેકમાં મ્હેક મળી જાય, તો મૃત્યુ ન કહો,
તેજમાં તેજ ભળી જાય, તો મૃત્યુ ન કહો,
રાહ જુદો જ જો ફંટાય, તો મૃત્યુ ન કહો,
શ્વાસની લીલા સમેટાય, તો મૃત્યુ ન કહો.
દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને,
એક મંઝિલની લગન આંખે ઊતરવા દઈને,
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,
‘આવજો’ કહીને કોઈ જાય, તો મૃત્યુ ન કહો.
જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વો કળવા,
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાનાં રહસ્યોનો તાગ મેળવવા,
દૃષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારી દુનિયાઓમાં વસવા માટે,
કોઈ મહેફિલથી ઊઠી જાય, તો મૃત્યુ ન કહો.
mhekman mhek mali jay, to mrityu na kaho,
tejman tej bhali jay, to mrityu na kaho,
rah judo ja jo phantay, to mrityu na kaho,
shwasni lila sametay, to mrityu na kaho
deergh yatrani jaruratthi sajj thai jaine,
ek manjhilni lagan ankhe utarwa daine,
bhanni kshanne kaljithi sameti laine,
‘awjo’ kahine koi jay, to mrityu na kaho
je nari ankhe janayan na e tattwo kalwa,
je agochar chhe e astitwne hardam malwa,
door duniyanan rahasyono tag melawwa,
drishti jo ankhthi chhalkay to mrityu na kaho
shabd kyan pahonche chhe te jate nirakhwa mate,
bhanni srishtini simane parakhwa mate,
dilna wistari duniyaoman waswa mate,
koi mahephilthi uthi jay, to mrityu na kaho

સ્રોત
- પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 28)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
- વર્ષ : 1984
- આવૃત્તિ : (બીજી આવૃત્તિ)