tran agnini anguli - Muktak | RekhtaGujarati

ત્રણ અગ્નિની અંગુલી-

tran agnini anguli

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
ત્રણ અગ્નિની અંગુલી-
ઉમાશંકર જોશી

ત્રણ અગ્નિની અંગુલી વડે

પ્રભુ ચૂંટી લીધું પ્રાણપુષ્પ તેં.

વર એવી વિભૂતિ સ્પર્શવા

ઘટે અગ્નિથી ઓછું શુદ્ધ કૈં.

અમદાવાદ, માર્ચ ૧૯૪૮ (વસંતવર્ષા)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005